fbpx
Office Time:  9:00 AM‑9:00 PM
WhatsApp:  88661 88671

ધન રાશિ

AstroPath > Articles On Astrology > Uncategorized > ધન રાશિ
ધન રાશિ
  • ધન રાશિનું પ્રતીક છે, ધનુર્ધારી અર્ધમાનવ અને અર્ધઅશ્વ. ધન રાશિના જાતકો ધાર્મિક હોય છે. ફિલોસોફર હોય છે. પોતાના લક્ષ્યનો પીછો કરનારા અને તેને વિંધનારા હોય છે.
  • તેઓ સુડોળ શરીર, ઊંચું કદ, ભરાવદાર ગાલ, વિશાળ ભાલ અને મોટી આંખો ધરાવતા હોય છે. તેમના ચહેરા પર ભોળપણ હોય છે. તેઓ નિર્ભિક હોય છે, હિંમતવાન હોય છે. અશ્વ જેવા શક્તિશાળી હોય છે.
  • મહેનતું હોય છે, અથાગ પરિશ્રમ કરે છે. કઠિનમાં કઠિન પરિસ્થિતિનો દૃઢતાથી સામનો કરે છે. તેઓ આત્મવિશ્વાસથી ભરેલા હોય છે. કાર્યમાં ચીવટ રાખનારા હોય છે. અન્યના દોષ જોવાની કુટેવને લીધે ક્યારેક અળખામણા બને છે.
  • તેઓ સ્પષ્ટવક્તા હોય છે. તેના કારણે ઘણી વખત મુશ્કેલીમાં મુકાય છે. જોકે તેઓ પરિણામની ક્યારેય ચિંતા કરતા નથી. ન્યાય માટે લડનારા હોય છે.
  • તેઓ જવાબદારી ઉઠાવવાથી ડરનારા હોય છે. તેમને સ્વતંત્ર રહેવું હોય છે. સંશોધન કરવું, પ્રવાસ કરવો, રમત-ગમતમાં ભાગ લેવો વગેરે તેમને ખૂબ ગમે છે. તેમની સિક્સ્થ સેન્સ પાવરફૂલ હોય છે.
  • પ્રોફેશન

તેઓ ઉદ્યોગ સાહસિક, દાર્શનિક, જ્યોતિષી, લેખક, શિક્ષક, સંશોધક, ટ્રેનર, ટુરિઝમ બિઝનેસમેન આર્કિટેક્ટ અથવા આ પ્રકારની થીમવાળા વ્યવસાયમાં કારકિર્દી બનાવે છે.

એસ્ટ્રોલોજિસ્ટઃ કુલદીપ કારિયા

Book Your Consultation: 88661 88671

Leave a Reply