- ધન રાશિનું પ્રતીક છે, ધનુર્ધારી અર્ધમાનવ અને અર્ધઅશ્વ. ધન રાશિના જાતકો ધાર્મિક હોય છે. ફિલોસોફર હોય છે. પોતાના લક્ષ્યનો પીછો કરનારા અને તેને વિંધનારા હોય છે.
- તેઓ સુડોળ શરીર, ઊંચું કદ, ભરાવદાર ગાલ, વિશાળ ભાલ અને મોટી આંખો ધરાવતા હોય છે. તેમના ચહેરા પર ભોળપણ હોય છે. તેઓ નિર્ભિક હોય છે, હિંમતવાન હોય છે. અશ્વ જેવા શક્તિશાળી હોય છે.
- મહેનતું હોય છે, અથાગ પરિશ્રમ કરે છે. કઠિનમાં કઠિન પરિસ્થિતિનો દૃઢતાથી સામનો કરે છે. તેઓ આત્મવિશ્વાસથી ભરેલા હોય છે. કાર્યમાં ચીવટ રાખનારા હોય છે. અન્યના દોષ જોવાની કુટેવને લીધે ક્યારેક અળખામણા બને છે.
- તેઓ સ્પષ્ટવક્તા હોય છે. તેના કારણે ઘણી વખત મુશ્કેલીમાં મુકાય છે. જોકે તેઓ પરિણામની ક્યારેય ચિંતા કરતા નથી. ન્યાય માટે લડનારા હોય છે.
- તેઓ જવાબદારી ઉઠાવવાથી ડરનારા હોય છે. તેમને સ્વતંત્ર રહેવું હોય છે. સંશોધન કરવું, પ્રવાસ કરવો, રમત-ગમતમાં ભાગ લેવો વગેરે તેમને ખૂબ ગમે છે. તેમની સિક્સ્થ સેન્સ પાવરફૂલ હોય છે.
તેઓ ઉદ્યોગ સાહસિક, દાર્શનિક, જ્યોતિષી, લેખક, શિક્ષક, સંશોધક, ટ્રેનર, ટુરિઝમ બિઝનેસમેન આર્કિટેક્ટ અથવા આ પ્રકારની થીમવાળા વ્યવસાયમાં કારકિર્દી બનાવે છે.
એસ્ટ્રોલોજિસ્ટઃ કુલદીપ કારિયા
Book Your Consultation: 88661 88671
- વૃશ્ચિક રાશિનું પ્રતીક છે, વીછીં. વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વભાવ ડંખીલો હોય છે. તેમનું મન બેચેન રહે છે. તેમને ઓવરથિંકિંગ કરવાની કુટેવ હોય છે.
- તેમનું કદ મધ્યમ, બાંધો મજબૂત અને ચહેરો પહોળો હોય છે. તેઓ લાગણીશીલ હોય છે. બહુ ઝડપથી છંછેડાઈ જાય છે. તેમને પોતાના વખાણ સાંભળવા ખૂબ ગમે છે.
- તેઓ પોતાની સાથે થયેલા અન્યાયને ક્યારેય ભૂલતા નથી. મોકો મળ્યે અચૂક વેર વાળે છે. તેઓ દોસ્તી કરે તો ઓળઘોળ થઈ જાય અને દુશ્મની કરે તો આભે તારા બતાવી દે.
- તેમને રીસર્ચ કરવું ખૂબ ગમે છે. તેઓ આલા દરજ્જાના જ્યોતિષી બની શકે છે. કારણ કે તેમની સિક્સ્થ સેન્સ પાવરફૂલ હોય છે. તેમને ભાવિનો અણસાર આવી જાય છે.
- તેમને ઇન્વેસ્ટિગેશન અને જાસૂસી કરવામાં ખૂબ મજા આવે છે. ગુપ્ત અને ગૂઢ પ્રવૃત્તિઓ તેમને આકર્ષે છે. મંત્ર-તંત્ર જેવા ગૂઢ જ્ઞાનમાં તેમને રસ હોય છે. તેઓ આધ્યાત્મના માર્ગે આગળ વધી શકે છે.
તેઓ સાઇકિક, જ્યોતિષી, સાઇકિએટ્રીસ્ટ, સેક્સોલોજિસ્ટ, જાસૂસ, વિશ્લેષક, સંશોધક, સર્જન, કેમિસ્ટ, તપાસનિશ અથવા આ પ્રકારની થીમવાળા વ્યવસાયમાં કારકિર્દી બનાવી શકે છે.
એસ્ટ્રોલોજિસ્ટઃ કુલદીપ કારિયા
Book Your Consultation: 88661 88671
- તુલા રાશિનું પ્રતીક છે, ત્રાજવાધારી પુરુષ. તુલા રાશિના જાતકો જીવનમાં સંતુલન રાખીને ચાલનારા હોય છે. તેઓ જીવનની દરેક બાબતમાં બેલેન્સનો આગ્રહ રાખે છે. તેઓ મળતાવડા હોય છે.
- તેઓ ભૌતિકવાદી હોય છે. તેમને ટ્રાવેલિંગ કરવું ખૂબ ગમે છે. તેઓ બિઝનેસ માઇન્ડેડ હોય છે. દરેક બાબતમાં લાભ અને હાનિનો વિચાર કરે છે. તેઓ વ્યવહાર કુશળ હોય છે.
- તેઓ સંબંધ બનાવવામાં હોશિયાર હોય છે. વિજાતીય પાત્રોને સહેલાઈથી પોતાની તરફ આકર્ષે છે. તથા પોતે પણ ઝડપથી વિજાતીય પાત્રો તરફ ખેંચાય છે. તેમનું દામ્પત્ય જીવન મોટા ભાગે સુખી હોય છે.
- તેઓ ન્યાય પ્રિય હોય છે. કલા પ્રેમી હોય છે. પરિવાર પ્રેમી હોય છે. તેઓ સુખ-શાંતિ ઇચ્છે છે. તેઓ નવીનતાને ચાહનારા હોય છે. વિનમ્ર અને ઋજુ સ્વભાવના હોય છે. તેઓ ભાગ્યે જ ગુસ્સે થાય છે.
- તેઓ સતત ક્રિયાશીલ રહે છે. તેમનામાં સ્થિરતાનો અભાવ જોવા મળે છે. તેમને સતત કોઈની કંપની જોઈએ છે.
તેઓ બિઝનેસમેન, કલાકાર, ન્યાયાધીશ, ફેશન ડિઝાઇનર, આર્કિટેક્ટ, મોટિવેશનલ સ્પીકર, સાયકોલોજિસ્ટ, રિલેશન મેનેજર, કારીગર અથવા આ પ્રકારની થીમવાળા વ્યવસાયમાં કારકિર્દી બનાવે છે.
એસ્ટ્રોલોજિસ્ટઃ કુલદીપ કારિયા
Book Your Consultation: 88661 88671
- કન્યા રાશિનું પ્રતીક છે, કુંવારી કન્યા, જેના હાથમાં ઔષધી છે. મતલબ કન્યા રાશિના જાતકો ખૂબ સારા ઉપચારક હોય છે, સમસ્યાનું સમાધાન શોધવામાં માહેર હોય છે.
- કન્યા રાશિના જાતકો તેમની મૂળ ઉંમર કરતા નાના દેખાય છે. તેમની ઉંચાઈ મધ્યમ હોય છે, શરીર સુડોળ હોય છે. તેઓ સદાય હસતા જોવા મળે છે.
- તેમની વિશ્લેષણ શક્તિ ખૂબ સારી હોય છે. તેઓ તાર્કિક અને વૈજ્ઞાનિક અભિગમવાળા હોય છે. ગણિતમાં ખૂબ હોશિયાર હોય છે. વધુ પડતા તર્કને કારણે ઘણીવાર નાસ્તિક બની જાય છે.
- તેમની માન્યતા બદલવી ખૂબ અઘરી છે. તેઓ સતત દલીલ કરે છે. તેમને દલીલ કરવામાં ખૂબ મજા આવે છે, જોકે આ જ બાબતને લઈને ક્યારેક તેઓ સામેવાળી વ્યક્તિ માટે અળખામણા બની જાય છે.
- તેઓ દરેક કામમાં પરફેક્શનનો આગ્રહ રાખે છે. તેના લીધે ક્યારેક કચકચિયા પણ બની જાય છે. તેઓ વિદ્વાન હોય છે. ઉત્તમ કક્ષાના માર્ગદર્શક બને છે. જોખી-જોખીને બોલનારા હોય છે.
તેઓ ડૉક્ટર, એન્જિનિયર, નર્સ, વકીલ, વિવેચક, એડિટર, ડેટા સાયન્ટિસ્ટ, ગણિતજ્ઞ, આર્કિટેક્ટ, આંકડાશાસ્ત્રી, ફેશન ડીઝાઇનર અથવા આ પ્રકારની થીમવાળા વ્યવસાયમાં કારકિર્દી બનાવે છે.
એસ્ટ્રોલોજિસ્ટઃ કુલદીપ કારિયા
Book Your Consultation: 88661 88671
- સિંહ રાશિનું પ્રતીક છે, સિંહ. આ રાશિના જાતકો સિંહ જેવા અર્થાત રાજા જેવા હોય છે. તેઓ બહાદૂર હોય છે, પ્રતાપી હોય છે, ગરમ મગજના હોય છે. ક્યારેક અહંકારી પણ હોય છે.
- તેમનો બાંધો મજબૂત અને સુદ્રઢ હોય છે. કપાળ મોટું હોય છે. વાળ ઓછા હોય છે. તેમનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે. તેમને નેતૃત્વ કરવું ગમે છે.
- સિંહ રાશિના જાતકો તેમને વફાદાર રહેનારા લોકોનું રક્ષણ કરે છે. તેમના માટે ત્યાગ કરે છે. બલિદાન આપે છે. તેમને પ્રશંસા સાંભળવી ખૂબ ગમે છે. તેઓ બીજા પર આધિપત્ય જમાવે છે.
- તેઓ આળસું હોય છે, પરંતુ જો કોઈ મિશન હાથમાં લે તો યુદ્ધના ધોરણે કામ કરે છે. તેમની સાથે દગો કરનારને તેઓ ક્યારેય માફ કરતા નથી.
- મગજના તીખા હોવા છતાં સિંહ રાશિના જાતકો દયાળું હોય છે. પરોપકાર વૃત્તિવાળા હોય છે. સેવા કાર્યો કરવામાં તેમને આનંદ મળે છે. બીજાના હાથ નીચે કામ કરવામાં તેમને અણગમો થાય છે.
- પ્રોફેશન
તેઓ મેનેજર, પોલિટિશિયન, અભિનેતા, મોટિવેશનલ સ્પીકર, પ્રવક્તા, ઇવેન્ટ મેનેજર, કલાકાર, વકીલ, જ્યોતિષ, બિઝનેસમેન અથવા આ પ્રકારની થીમવાળા વ્યવસાયમાં કારકિર્દી બનાવે છે.
એસ્ટ્રોલોજિસ્ટઃ કુલદીપ કારિયા
Book Your Consultation: 88661 88671
- કર્ક રાશિનું પ્રતીક છે, કરચલો. કર્ક રાશિના જાતકો પોતાનું રક્ષણ કરનારા હોય છે. તેઓ ન તો પોતાના શરીર પર ઘા થવા દે છે, ન તો મન પર. તેઓ અંતર્મુખી હોય છે. કલ્પનાશીલ હોય છે.
- તેઓ લાગણીશીલ હોય છે, કેરિંગ હોય છે, ચંચળ હોય છે. તેમનામાં સ્થિરતાનો અભાવ હોય છે. વારંવાર તેમના વિચારો બદલાયા કરે છે. તેઓ સ્ફૂરણ શક્તિ એટલે કે ઇન્ટ્યુશન પાવર ધરાવતા હોય છે.
- તેમનો ચહેરો ગોળ હોય છે, હાઇટ નીચી હોય છે, ગાલ ભરાવદાર અને શરીર પુષ્ટ હોય છે. તેમને ઘરે રહેવું વધારે ગમે છે. ઘર બનાવવા પાછળ મોટો ખર્ચ કરે છે. સંતાનો અને પરિવાર માટે કંઈ પણ કરી છૂટે છે. ક્યારેક તેમની વધારે પડતી કાળજી લે છે.
- તેમને માતા પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે. તેઓ દેશભક્ત હોય છે. કોઈ હર્ટ ન કરે એટલા માટે તેઓ પોતાની લાગણીઓ છુપાવીને રાખે છે. વાર્તા કહેવામાં હોશિયાર હોય છે. ચહેરા પર હાવભાવ લાવીને ઘટનાઓનું રસપ્રદ વર્ણન કરે છે.
- પ્રોફેશન
તેઓ મનોચિકિત્સક, નર્સ, પોલિટિશિયન, મિસ્ત્રી, ન્યુટ્રિશનિસ્ટ, કેર ટેકર, હોટલ મેનેજર, શિક્ષક, પાકશાસ્ત્રી અથવા આ પ્રકારની થીમવાળા વ્યવસાયમાં કરિયર બનાવે છે.
એસ્ટ્રોલોજિસ્ટઃ કુલદીપ કારિયા
Book Your Consultation: 88661 88671
- મિથુન રાશીનું પ્રતીક છે, યુગલ. એક પુરુષ છે, જેના હાથમાં ગદા છે અને એક સ્ત્રી, જેના હાથમાં વીણા. મિથુન રાશિના જાતકો વર્સેટાઇલ એટલે કે બુહઆયામી પ્રતિભા ધરાવતા હોય છે.
- તેઓ એકલા રહી શકતા નથી. તેમને હંમેશા કોઇની કંપની જોઈએ છે. ખાસ કરીને વિજાતીય વ્યક્તિની સંગતમાં રહેવું તેમને ગમે છે. તેમને ટ્રાવેલિંગ કરવું અને વાતો કરવી ખૂબ ગમે છે.
- તેમનો ચહેરો ગોળ હોય છે. નાક અને હાથ લાંબાં હોય છે. તેઓ ચંચળ હોય છે, વાચાળ હોય છે. સર્જનશીલ હોય છે, તેમને ગોસિપ કરવી ખૂબ ગમતી હોવાથી સારા પત્રકાર બની શકે છે.
- તેઓ મલ્ટી ટાસ્કિંગ હોય છે. એક કરતા વધુ વ્યવસાયમાં એકસાથે કામ કરી શકે છે. ઝાઝાં કામ હાથમાં લેવાની કુટેવને કારણે પોતાના કામને અંજામ સુધી લઈ જવામાં તેમને મુશ્કેલી પડે છે.
- તેમનામાં ખૂબ સારી માર્કેટિંગ સ્કિલ હોય છે. દલીલ કરવામાં હોશિયાર હોય છે. અત્યંત બુદ્ધિશાળી હોય છે. કળા અને સાહિત્યના શોખીન હોય છે.
- પ્રોફેશન
તેઓ બિઝનેસમેન, લેખક, ડિઝાઇનર, આર્કિટેક્ટ, બ્યુટિશિયન, જ્વેલર, મેનેજર, પાકશાસ્ત્રી, વનસ્પતિશાસ્ત્રી, ખેડૂત અથવા આ પ્રકારની થીમવાળા વ્યવસાયમાં કારકિર્દી ઘડે છે.
એસ્ટ્રોલોજિસ્ટઃ કુલદીપ કારિયા
Book Your Consultation: 88661 88671
- વૃષભનો અર્થ થાય છે, આખલો, બળદ. વૃષભ રાશિના જાતકો સખત મહેનતું હોય છે. ઘરના મોભી બને છે. બળદની જેમ વૈતરુ કરે છે.
- તેઓ ચાતરેલા ચીલે ચાલે છે. કશું નવું, કશું હટકે કરવાનું તેમને ભાગ્યે જ મન થાય. તેઓ પરંપરામાં માનનારા હોય છે.
- તેઓ ખૂબજ શક્તિશાળી હોય છે. તેમની કામશક્તિ પણ ખૂબ સારી હોય છે. મહેનત કરે ત્યારે ખૂબ મહેનત કરે છે અને માણે ત્યારે ખૂબ માણે છે. ‘વર્ક હાર્ડ, પાર્ટી હાર્ડર’ એ તેમનો મંત્ર હોય છે.
- તેમનો બાંધો મજબૂત હોય છે. ચહેરો ગોળ અને વાળ વાકડિયા હોય છે. ધીમી ગતિએ ચાલે છે. ખાવાના શોખીન હોય છે, પાચન શક્તિ ખૂબ સારી હોય છે.
- રોજ એક જેવું કામ કરવામાં તેમને કંટાળો આવતો નથી. તેમનામાં સ્થિરતાનો ગુણ હોવાને કારણે તેઓ બિઝનેસમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેમનું મન મક્કમ હોય છે.
- તેઓ સંગીત અને કળાના પણ શોખીન હોય છે. તેમને સુખ-સુવિધાઓ ભોગવવી ગમે છે. મોટરકારનું આકર્ષણ રહે છે. નવા કપડાં પહેરવાનો શોખ હોય છે.
- પ્રોફેશન
તેઓ બિઝનેસમેન, લેખક, ડિઝાઇનર, આર્કિટેક્ટ, બ્યુટિશિયન, જ્વેલર, મેનેજર, પાકશાસ્ત્રી, વનસ્પતિશાસ્ત્રી, ખેડૂત અથવા આ પ્રકારની થીમવાળા વ્યવસાયમાં કારકિર્દી ઘડે છે.
એસ્ટ્રોલોજિસ્ટઃ કુલદીપ કારિયા
Book Your Consultation: 88661 88671
નવ ગ્રહોમાં બુધ બીજા ક્રમે સૌથી ઝડપથી ચાલનારો ગ્રહ છે. 13મી નવેમ્બરે વૃશ્ચિકમાં પ્રવેશ્યા બાદ માત્ર 20 જ દિવસમાં તે રાશિ પરિવર્તન કરી રહ્યો છે. ત્રીજી ડિસેમ્બરે સવારે 6.36 વાગ્યે બુધનો ધન રાશિમાં પ્રવેશ થયો છે. બુધ રાજકુમાર છે. તે વાણી, પ્રકાશન, લેખન, ગણિત, તર્ક, બુદ્ધિ, કોમ્યુનિકેશન, વાહનવ્યવહાર ઈત્યાદિનો કારક ગ્રહ છે. રાશિ બદલતી વખતે બુધ અસ્ત છે. તેનો ઉદય ચોથી ડિસેમ્બરે બપોરે 2.32 વાગ્યે થશે. 28મી ડિસેમ્બરે સવારે 4.57 વાગ્યે તે મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન કઈ રાશિના જાતકો પર શું અસર થશે, તે જોવાનું રહે છે.
મેષઃ તમારી કુંડળીમાં બુધ ત્રીજા અને છઠ્ઠા સ્થાનનો માલિક બની નવમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમારા પિતાના આરોગ્યની કાળજી રાખશો. આ દરમિયાન તમારે લાંબા કે ટૂંકા અંતરની યાત્રા થઈ શકે છે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું. કળાના સાધકો માટે ઉચ્ચ અભ્યાસના યોગ બને છે.
વૃષભઃ તમારી કુંડળીમાં બુધ બીજા અને પાંચમા સ્થાનનો માલિક બનીને આઠમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમને અન્યથી આર્થિક લાભના યોગ બને છે. સંતાનોના જીવનમાં ઉતાર-ચડાવ આવી શકે છે. રિસર્ચ વર્ક કરતાં વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય છે. વારસા કે વીમા સંબંધિત લાભ મળી શકે છે.
મિથુનઃ તમારી કુંડળીમાં બુધ પહેલા અને ચોથા સ્થાનનો માલિક બની સાતમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. ઘરમાં કોમ્યુનિકેશનના સાધનોમાં વૃદ્ધિ થશે. જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર સાથે થોડી અનબન રહી શકે છે. તમારી લોકપ્રિયતામાં વૃદ્ધિ થશે. તમે ઘરની બહાર રહેવાનું વધારે પસંદ કરશો.
કર્કઃ તમારી કુંડળીમાં બુધ ત્રીજા અને બારમા સ્થાનનો માલિક બની છઠ્ઠા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે નોકરી બદલી શકો છો. વાતચીત દ્વારા વાદવિવાદનો અંત લાવશો. તમારા નાના ભાઈ બહેનની જવાબદારીમાં વૃદ્ધિ થઈ શકે છે. નોકરી અર્થે મુસાફરી થઈ શકે છે.
સિંહઃ તમારી કુંડળીમાં બુધ બીજા અને 11મા સ્થાનનો માલિક બની પાંચમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમને અચાનક ધનલાભ થઈ શકે છે. તમારા સંતાનો આ સમયમાં વધારે ક્રિએટીવ બનશે. તમે પણ તમારા હાજર જવાબીપણાનો પરિચય આપશો. કળા અને મીડિયાના ક્ષેત્રમાં કામ કરતાં લોકો માટે સારો સમય છે.
કન્યાઃ તમારી કુંડળીમાં બુધ પહેલા અને દસમા સ્થાનનો માલિક બનીને ચોથા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે આ સમયમાં ઘરે રહેવાનું અથવા વતનમાં રહેવાનું પસંદ કરશો. વર્ક ફ્રોમ હોમ કરશો. ઘરમાં કોમ્યુનિકેશનના સાધનોની વૃદ્ધિ થશે. કારકિર્દી માટે સારો સમય છે. ગૃહઉદ્યોગ ચલાવતા લોકોને વિશેષ ફાયદો મળશે.
તુલાઃ તમારી કુંડળીમાં બુધ નવમા અને બારમા સ્થાનનો માલિક બનીને ત્રીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. વિઝા, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કે ઓનલાઈન અને ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો કારોબાર કરતાં લોકો નવું સાહસ ખેડી શકે છે. આ દરમિયાન તમે પોતે મુસાફરી કરી શકો છો. સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવી શકો છો. પિતા સાથેનું તમારું કોમ્યુનિકેશન વધશે. ટીચીંગ સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ સારો છે.
વૃશ્ચિકઃ તમારી કુંડળીમાં બુધ આઠમા અને 11મા સ્થાનનો માલિક બનીને બીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમને અન્યથી આર્થિક લાભ થઈ શકે છે. તમારી બચતમાં વૃદ્ધિ થશે. તમે દરેક પ્રકારનો સ્વાદ માણશો. તમારા હાજર જવાબીપણાનો પરિચય આપશો. આવકમાં વૃદ્ધિ થશે.
ધનઃ તમારી કુંડળીમાં બુધ સાતમા અને દસમા સ્થાનનો માલિક બની પ્રથમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે ધંધામાં નવી ભાગીદારી કરી શકો છો. કારકિર્દીમાં સ્વમહેનતથી આગળ આવશો. જો તમે કોમ્યુનિકેશનના બિઝનેસ સાથે સંકળાયેલા હશો તો આ સમય તમારા માટે ખૂબ સારો છે. તમે તમારી કુશાગ્ર બુદ્ધિ પ્રતિભાનો પરિચય આપશો.
મકરઃ તમારી કુંડળીમાં બુધ છઠ્ઠા અને નવમા સ્થાનનો માલિક બની બારમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે નોકરી અર્થે લાંબા અંતરની યાત્રા કરી શકો છો. આધ્યાત્મિક સાધના માટે ખૂબ સારો સમય છે. તમે આશ્રમની મુલાકાત લઈ શકો છો. આ સમયમાં તમારી વિદેશ જવાની ઈચ્છા પૂરી થઈ શકે છે.
કુંભઃ તમારી કુંડળીમાં બુધ પાંચમા અને આઠમા સ્થાનનો માલિક બનીને 11મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમને અચાનક મોટો આર્થિક લાભ થઈ શકે છે. જીવનસાથી, બિઝનેસ પાર્ટનર, સાસરા પક્ષ અને સંતાનોથી લાભ થઈ શકે છે. તમે લોકોને હળવા-મળવામાં અને પાર્ટીમાં સમય પસાર કરશો. તમારા સંતાનો કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે.
મીનઃ તમારી કુંડળીમાં બુધ ચોથા અને સાતમા સ્થાનનો માલિક બની દસમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. પાર્ટનરશીપ બિઝનેસ અને કારકિર્દી માટે ખૂબ સારો સમય છે. કાર્ય સ્થળ પર તમે તમારી વાણી દ્વારા લોકોને પ્રભાવિત કરશો. કારકિર્દી અર્થે ટ્રાવેલિંગ પણ થઈ શકે છે. લગ્નવાંચ્છુ યુવક- યુવતીઓની જીવનસાથી સાથે મુલાકાત થઈ શકે છે.
એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા
Book Your Consultation: 88661 88671
- મેષનું પ્રતીક છે, ઘેટું. મેષ રાશિના જાતકો સારા અનુયાયી બને છે. તેમને જે લક્ષ્ય આપવામાં આવે તેને તેઓ વળગી રહે છે. પોતાના ધ્યેયથી ક્યારેય ડાઇવર્ટ થતા નથી. તેઓ ખૂબ સારા ટીમમેટ હોય છે.
- આ રાશિના જાતકોમાં નેતૃત્વના ગુણ પણ હોય છે. તેઓ સતત ક્રિયાશીલ રહે છે. ઊર્જાવાન હોય છે, મહેનતુ હોય છે. ચપળ હોય છે અને ગુસ્સાવાળા પણ.
- મેષના જાતકો સૈનિક અથવા રમતવીર બની શકે છે. તેમનો ફાઇટિંગ સ્પિરિટ ખૂબ સારો હોય છે. તેના કારણે તેમને ઇજા પણ પહોંચે છે. ખાસ કરીને માથાના ભાગ પર. જોકે તેઓ ક્યારેય ઇજાની પરવા કરતા નથી.
- મેષના જાતકો વિસમ સંજોગોમાં પણ ટકી શકે છે. કપરા ચઢાણ ચડી અને આગળ વધી શકે છે. તેઓ સ્વાભિમાની, ઉતાવળિયા અને ક્યારેક અહંકારી પણ હોય છે.
- તેઓ સાહસિક હોય છે. નવો ચીલો ચાતરી શકે છે. પરિસ્થિતિની ચિંતા કરતા નથી. ‘જો હોગા, દેખા જાયેગા’ તેમનો મંત્ર હોય છે.
તેઓ નેતા, એક્ટિવિસ્ટ, સૈનિક, અધિકારી, પોલીસ, રમતવીર, નર્સ, ડૉક્ટર, ફેશન આર્ટિસ્ટ, કેર ટેકર, વકીલ,એન્જિનિયર, ઉદ્યોગ સાહસિક, ફાયર ફાઇટર અને આ પ્રકારની થીમવાળા વ્યવસાયોમાં કારકિર્દી બનાવે છે.
એસ્ટ્રોલોજિસ્ટઃ કુલદીપ કારિયા
Book Your Consultation: 88661 88671