તા.૦૩-૧૧-૨૦૨૩ આજનું રાશિફળ
આજનું નક્ષત્ર:- પુનર્વસુ

મેષ રાશિ
તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે. વિદેશ યાત્રા પર જવાનું થઈ શકે છે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ ન થાય માટે જીવનસાથીના વિચાર પણ સમજવા. વાહન ચલાવતા સાચવવું.

વૃષભ રાશિ
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો. મિત્રો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. સ્ત્રીઓનું સન્માન કરવું. તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.

મિથુન રાશિ
કમ્યુનિકેશનને લગતા કાર્ય કરતા લોકોને સફળતા પ્રાપ્ત થશે. આવક કરતા જાવકનું પ્રમાણ વધશે. પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. તમારા સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી.

કર્ક રાશિ
દાન પુણ્યના કાર્યમાં ધનનો વપરાશ થશે. જમીનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા. નાના ભાઈ-બહેન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. હાઈ બીપીની સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.

સિંહ રાશિ
વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું. જીવનસાથી સાથે મનમેળ રહેશે. પ્રવાહી વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે.

કન્યા રાશિ
ખાણીપીણીને લગતી વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે. જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. પારિવારિક સમસ્યાનો ઉકેલ આવશે.

તુલા રાશિ
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે. તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરજો. શત્રુ સામે વિજય પ્રાપ્ત કરશો. ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ
અતિ માનસિક વિચારના લીધે નિર્ણય લેવામાં તકલીફ થઈ શકે છે. આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે શ્રી સૂક્તનો પાઠ કરવો. નવા ઘરની ખરીદી થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.

ધન રાશિ
મકાનની લે-વેચ કરતા વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. નાના ભાઈ-બહેનોનો સાથ સહકાર મળશે. આવકનું પ્રમાણ વધશે. જીવનસાથી સાથે મનમેળે રહેશે.

મકર રાશિ
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવવા. અનૈતિક કાર્યથી દૂર રહેવું. જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા યોગ્ય માર્ગદર્શન લેવું.

કુંભ રાશિ
કાર્ય સ્થળ પર તમે શ્રેષ્ઠ નેતૃત્વ કરશો. મજૂર વર્ગના લોકોથી લાભ થશે. વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું. ભાગ્યનો સાથ મળી રહેશે.

મીન રાશિ
ક્રોધ પર નિયંત્રણ રાખવું. આવક કરતા જાવકનું પ્રમાણ વધશે. તમે તમારી મહેનત દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. હૃદય રોગની સમસ્યાવાળા લોકો સ્વાસ્થ્યની કાળજી રાખે.