fbpx

Venus transit in Gemini

Venus transit in Gemini

Venus gemini transit effect on all 12 zodiac sign

શુક્રનું મિથુન રાશિમાં ભ્રમણઃ કઈ રાશિના જાતકોને શું અસર થશે?

हिम कुंद मृणालाभं दैत्यानां परम गुरुम् ।
सर्व शास्त्र प्रवक्तारं भार्गव प्रणमाम्यहम् ।।

જેમનું સ્વરૂપ બરફની ચાદર જેવું તેજસ્વી છે, જે દૈત્યોના ગુરુ છે, જે શાસ્ત્રોના જ્ઞાતા છે, તેવા ભાર્ગવને હું દંડવત્ પ્રણામ કરું છું.

બૃહસ્પતિની જેમ શુક્ર પણ ગુરુ છે. ફરક એટલો છે કે બૃહસ્પતિ ભૌતિકતાને એટલું મહત્ત્વ નથી આપતો, શુક્ર આપે છે. બૃહસ્પતિ પૈસાને નકારતો નથી. બૃહસ્પતિ એટલે કે ગુરુ પ્રધાન કુંડળીવાળો જાતક પુષ્કળ પૈસા કમાય છે, પણ સાથોસાથ તે આધ્યાત્મ તરફ વળે છે. જ્યારે શુક્ર પ્રધાન કુંડળીવાળો જાતક ગ્લેમર તરફ વળે છે. ગુરુ પૈસા બનાવીને ભગવાનને ભજે છે, શુક્ર પૈસા બનાવીને રોલો પાડે છે. શુક્ર દૈત્યના ગુરુ છે. દૈત્ય એટલે કોણ? એટલે આપણે બધા. તમે અને હું. આપણને પૈસાની સાથોસાથ ગ્લેમર જોઈએ છે, ભૌતિક સુવિધાઓ જોઈએ છે. આથી શુક્ર એ આપણા ગુરુ છે. બૃહસ્પતિએ આધ્યાત્મ માર્ગીઓના કે આધ્યાત્મિક ધનપતિઓના ગુરુ છે. શુક્ર એ ભૌતિકવાદીઓના ગુરુ છે.

શુક્ર એ ભગવાન શિવના પુત્ર કહેવાયા છે. જ્યોતિષમાં તેઓ કેશ(રોકડ), ગ્લેમર, ફેશન, કળા, સંગીત, કવિતા, ડિપ્લોમસી, પ્રેમ, સેક્સ આદિ બાબતોના કારક છે. આવા શુક્ર મહારાજે 13મી જુલાઈએ સવારે 10.38 વાગ્યે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં તેઓ સાતમી ઓગસ્ટની સવારના 5.07 વાગ્યા સુધી મહાલવાના છે. શુક્રના મિથુન ભ્રમણની કઈ રાશિના જોતકો પર શું અસર થશે તે જોઈએ.

મેષઃ તમારી કુંડળીમાં શુક્ર ત્રીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ દરમિયાન તમે તમારા કરતા નાની ઉંમરની વ્યક્તિનો સંગાથ માણશો. વાતોનો આનંદ ઉઠાવશો. પરિવાર સાથે નાના અંતરની યાત્રાઓ પણ થાય. તમારા પાર્ટનર અથવા પત્નીને પણ ટ્રાવેલિંગ થાય. તમે તેમની સાથે ગોસિપનો આનંદ ઉઠાવો.

વૃષભઃ તમારી કુંડળીમાં શુક્ર બીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમારા આરોગ્યમાં વૃદ્ધિ થશે. પારિવારિક સુખમાં વૃદ્ધિ થશે. ખાટું ખાવાનું મન થશે. સાસરિયા અને પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં સુધારો આવે. તમે તેમની સાથે સમય વીતાવશો. આર્થિક લાભ થશે.

મિથુનઃ તમારી કુંડળીમાં શુક્ર પ્રથમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમયમાં તમે વધારે વાચાળ બનશો. વિદેશથી સંપર્ક થાય. દૂર રહેતું કોઈ ફેમિલી મેમ્બર ઘરે આવે. આકસ્મિક લાભ થાય. સ્ત્રી તરફથી લાભ થાય. જીવનમાં પ્રેમના અંકુર ફૂટે. આ સમય ખૂબ મજાનો વીતે.

કર્કઃ તમારી કુંડળીમાં શુક્ર 12મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. દામ્પત્ય જીવન રોમેન્ટિક બનશે. ખર્ચા વધશે. વિદેશથી કે ઑનલાઇનના માધ્યમથી આવક થશે. આવકની સાથે જાવક પણ વધશે. વતનથી દૂર તમે પ્રોપર્ટી વસાવી શકો છો. ઘરની અંદર આનંદ-પ્રમોદની ચીજોમાં વધારો થશે.

સિંહઃ તમારી કુંડળીમાં શુક્ર 11મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમયમાં તમને મિત્રો સાથે રહવાની મજા આવશે. કરિયરમાં પ્રગતિ થશે. આવકમાં વૃદ્ધિ થશે. તમારા કરતા નાની ઉંમરના લોકોથી લાભ થાય. તમારા સંતાનો ક્રિએટીવ બનશે. તમારા જીવનસાથી કે ભાગીદાર કાર ખરીદી શકે.

કન્યાઃ તમારી કુંડળીમાં શુક્ર 10મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમયમાં તમને તમારી ઑફિસ કે કાર્યના સ્થળ પર રહેવું વધારે ગમશે. ઘરમાં પણ સુખ સુવિધા વધશે. કારકિર્દીમાં પ્રમોશન થઈ શકે. ટ્રાવેલિંગ કે માર્કેટિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને લાભ થાય. કાર્યના સ્થળ પર તમે વધુ વાચાળ બનશો.

તુલાઃ તમારી કુંડળીમાં શુક્ર નવમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ તમારા માટે ભાગ્ય ઉઘાડનારો સમય છે. તમારા જીવનસાથીની આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. તમારા પિતાના જીવનમાં ઉતાર-ચડાવ આવી શકે છે. ધાર્મિક સ્થળે, પિતા સાથે કે ગુરુ સાથે તમે આનંદનો અનુભવ કરશો.

વૃશ્ચિકઃ તમારી કુંડળીમાં શુક્ર આઠમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. દામ્પત્ય જીવન વધુ સુખદ બનશે. પાર્ટનરશિપમાં થોડા-ઘણા ઉતાર-ચડાવ આવી શકે છે. જીવનમાં અચાનક પ્રગતિના દ્વારા ખૂલી શકે છે. અન્યથી આર્થિક લાભ થઈ શકે છે. સાસરા પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે.

ધનઃ તમારી કુંડળીમાં શુક્ર સાતમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમયમાં તમે મળતાવડા બનશો. લોકોને મળવું ખૂબ ગમશે. તમારી કોમ્યુનિકેશન સ્કિલ વધારે આકર્ષક બનશે. દામ્પત્ય જીવન અધિક સુખમય બનશે. આરોગ્યની કાળજી રાખજો. આ સમયમાં તમે લોન લો એવું બની શકે છે.

મકરઃ તમારી કુંડળીમાં શુક્ર છઠ્ઠા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે જવાબદારી ઉઠાવવામાં આનંદનો અનુભવ કરશો. વાદ-વિવાદ એન્જોય કરશો. ખર્ચમાં વૃદ્ધિ થશે. સંતાનોની તબિયત સાચવજો. કારકિર્દીમાં પ્રગતિના ઉજ્જવળ યોગ નિર્મિત થઈ રહ્યા છે. નોકરીમાં વાદ-વિવાદ ટાળવા.

કુભઃ તમારી કુંડળીમાં શુક્ર પાંચમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે આ સમયાં વધારે રોમેન્ટિક બનશો. તમારા સંતાન વધારે ક્રિએટિવ બનશે. આ સમયમાં તમે વધુ મળતાવડા બનશો. તમે નવી સંપત્તિ વસાવી શકો છો. કાર ખરીદી શકો છો. તમારા માતા માટે ખૂબ સારો સમય. અચાનક ધનલાભ થઈ શકે છે.

મીનઃ તમારી કુંડળીમાં શુક્ર ચોથા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. ઘરમાં સુખ-સુવિધાના સાધનો વધશે. કારની ખરીદી થઈ શકે. ઘરે રહેવામાં તમને વધારે મજા આવશે. સાસરિયાથી લાભ થઈ શકે છે. દૂર રહેતી નાની બહેન ઘરે આવે એવું બને. કારકિર્દીના સ્થળ પર પણ સુખ-સુવિધા વધશે. નાના ભાઈ-બહેનની પ્રગતિ થાય.

આભાર
એસ્ટ્રોપથ
કુલદીપ કારિયા
88661 88671

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Recent Post

ધન રાશિ

ધન રાશિનું પ્રતીક છે, ધનુર્ધારી અર્ધમાનવ અને અર્ધઅશ્વ. ધન રાશિના જાતકો ધાર્મિક હોય છે. ફિલોસોફર હોય

Read More »

વૃશ્ચિક રાશિ.

વૃશ્ચિક રાશિનું પ્રતીક છે, વીછીં. વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વભાવ ડંખીલો હોય છે. તેમનું મન બેચેન રહે

Read More »

તુલા રાશિ

તુલા રાશિનું પ્રતીક છે, ત્રાજવાધારી પુરુષ. તુલા રાશિના જાતકો જીવનમાં સંતુલન રાખીને ચાલનારા હોય છે. તેઓ

Read More »
Scroll to Top