fbpx

શુક્રનો કન્યા રાશિમાં પ્રવેશ: તમારા પર શું અસર થશે?

શુક્રનો કન્યા રાશિમાં પ્રવેશ: તમારા પર શું અસર થશે?

સંસાર સુખમાં વૃદ્ધિ કરનારો ગ્રહ શુક્ર 24 સપ્ટેમ્બરે રાતે 9 વાગીને 3 મિનિટે સિંહ રાશિની યાત્રા સમાપ્ત કરીને કન્યા રાશિમાં પ્રવેશ્યો છે. કન્યા રાશિમાં તે 18મી ઓક્ટોબરે રાત્રિના 9: 38 વાગ્યા સુધી ગોચર કરશે. ત્યારબાદ પોતાની સ્વયંની રાશિ તુલામાં પ્રવેશ કરશે. શુક્ર મેજશોખ, સેક્સ, સંબંધો, કળા, ગ્લેમર આદિનો કારક છે. કન્યા રાશિમાં તેના ગોચરની તમારા જીવન પર શું અસર થશે? જોઇએ.

મેષ:
રાશિથી છઠ્ઠા શત્રુ સ્થાનમાં ગોચર કરનારા શુક્રનો પ્રભાવ આર્થિક રીતે બહુ સારો કહી શકાય એવો નથી. ભોગવિલાસના સાધનો પર વધારે ખર્ચ થશે. આમ છતાં કોઈને કોઈ કારણોસર માનસિક સમસ્યાઓનો સામનો જ કરવો પડશે. ગુપ્ત શત્રુઓનું પ્રમાણ પણ વધારે રહેશે. લોકો તમને નીચા બતાવવાની એક પણ તક જતી નહીં કરે. આરોગ્ય વિશે ચિંતન કરતા રહેવું. ઝગડા અને કોર્ટ-કચેરી સંબંધિત મામલા બહાર જ પતાવવા. મોસાળ પક્ષે સંબંધો વધુ મજબૂત બનશે.

વૃષભ:
રાશિથી પાંચમા વિદ્યા સ્થાનમાં ગોચર કરનારા શુક્રનો પ્રભાવ તમારા માટે કોઈ વરદાનથી કમ નથી. શિક્ષા સંબંધિત સ્પર્ધાઓમાં ખુબ સફળતા મળશે. પ્રેમ સંબંધોમાં ઊંડાણ આવશે. જો પ્રેમલગ્ન વિશે વિચારી રહ્યા હોવ તો એ દૃષ્ટિએ સમય અનુકૂળ રહેશે. પોતાની ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરીને કંઈ પણ કાર્ય કરશો તો ચોક્કસ એમાં સફળતા મળશે. લાભના અવસર વધશે. ઉચ્ચ અધિકારીઓ પાસેથી પણ સહયોગ મળશે. પરિવારના વરિષ્ઠ સભ્યો તથા ભાઈઓ પાસેથી સુખદ સમાચારની પ્રાપ્તિના સંકેત છે.

મિથુન:
રાશિથી ચોથા સુખ સ્થાનમાં ગોચર કરનારા શુક્રનો પ્રભાવ દરેક પ્રકારના વિલાસિતાપૂર્ણ પદાર્થોની પ્રાપ્તિમાં મદદગાર સાબિત થશે. સંપત્તિ અને જમીન સાથે સંકળાયેલા વિવાદોનો અંત આવી શકે. મકાન અથવા વાહનની ખરીદી પણ લાભદાઈ રહેશે. સંબંધિઓ તેમજ મિત્રો પાસેથી સારા સમાચાર મળી શકે. માતા-પિતાના સ્વાસ્થયની ચિંતા રહ્યા કરે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગોમાં અટકાયેલા કાર્યો પૂરા થાય. કોઈ નવું ટેન્ડર ભરવા ઈચ્છી રહ્યા હોવ તો આ એના માટે અનુકૂળ સમય છે.

કર્ક:
રાશિથી ત્રીજા પરાક્રમ ભાવમાં ગોચર કરનારા શુક્રનો પ્રભાવ તમને ત્વરિત નિર્ણય લેનારા અને સાહસિક બનાવશે. તમારા દ્વારા લેવાયેલા નિર્ણયો તેમજ કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા થશે. ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે રુચિ વધશે. વિદેશી કંપનીઓમાં સર્વિસ અથવા નાગરિકતા માટે કરવામાં આવતો પ્રયાસ સફળ રહેશે. વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા ઉમેદવારો માટે આ સમય ખુબ જ સારો છે. પરિવારમાં નાના ભાઈઓ સાથેના મતભેદો વધવા દેવા નહીં. સંતાન સંબંધિત ચિંતા દૂર થશે.

સિંહ:
રાશિથી દ્વિતીય ધન સ્થાનમાં ગોચર કરનારો શુક્ર ઉતાર-ચડાવ અને અનેક પ્રકારના અણધાર્યા પરિણામોનો સામનો કરાવશે. આરોગ્ય વિશે અને ખાસ કરીને જમણી આંખ તેમજ પેટ સંબંધિત સમસ્યાઓથી સાવધાન રહેવું પડશે. આકસ્મિક ધનપ્રાપ્તિનો યોગ બનશે. કાર્યક્ષેત્રમાં ષડયંત્રનો શિકાર થવાથી બચજો. સારું એ રહેશે કે પોતાનું કામ ખતમ કરવું અને તરત જ ઘરભેગા થઈ જવું. યોજનાઓ ગુપ્ત રાખીને કાર્ય કરશો તો વધુ સફળ રહેશો.

કન્યા:

શુક્રનો કન્યા રાશિમાં પ્રવેશ: તમારા પર શું અસર થશે?
તમારી રાશિમાં ગોચર કરનારા શુક્રનો પ્રભાવ અનેક દૃષ્ટિએ સફળતા અપાવશે. પરિવારમાં માંગલિક કાર્યોનો શુભ અવસર આવશે. કોઈ નવા મહેમાનના આગમનથી માહૌલ ખુશીઓ ભરેલો રહેશે. લગ્નવિષયક વાત-ચીત સફળ રહેશે. સરકારી વિભાગોમાં કોઈ પ્રકારનું ટેન્ડર ભરવા ઈચ્છતા હોવ તો એ દૃષ્ટિએ ગ્રહફળ અનુકૂળ છે. સાસરી પક્ષ તરફથી સહયોગ મળશે. પેટ સંબંધિત સમસ્યાઓથી સાચવવું.

તુલા:
રાશિથી બારમા વ્યય સ્થાનમાં ગોચર કરનારો શુક્ર વધારે ભાગદોડ અને ખર્ચનો સામનો કરાવશે. યાત્રા-પ્રવાસનો લાભ મળશે. ભોગવિલાસના સાધનોમાં વધારે ખર્ચ થશે. વિદેશી કંપનીઓમાં સર્વિસ અથવા નાગરિકતા માટે કરાયેલો પ્રયાસ સફળ રહેશે. વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા ઉમેદવારોએ સારા ગુણ લાવવા માટે વધુ પ્રયાસો કરવા પડશે. કાર્યક્ષેત્રમાં ષડયંત્રનો શિકાર થવાથી બચવું. કોર્ટ-કચેરીના મામલાઓની બહાર જ પતાવટ કરવી હિતાવહ છે.

વૃશ્ચિક:
રાશિથી અગિયારમા લાભ સ્થાનમાં ગોચર કરનારો શુક્ર બધી રીતે સારી સફળતા અપાવશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો મજબૂત થશે. પરિવારના વરિષ્ઠ સભ્યો અને મોટા ભાઈઓ તરફથી પણ સહયોગના યોગ. કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે. કોઈ પણ મોટા કાર્યના પ્રારંભ કે કરાર પર હસ્તાક્ષર માટે ગ્રહફળ અનુકૂળ છે. પ્રેમસંબંધમાં ઉષ્મા આવશે. પ્રેમલગ્ન માટે સમય અનુકૂળ છે.

ધન:
રાશિથી દસમા કર્મ સ્થાનમાં ગોચર કરનારો શુક્ર તમારા પ્રભાવમાં વૃદ્ધિ કરશે અને તમારા લેવાયેલા નિર્ણયો માટે પ્રશંસા અપાવશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. કોઈ મોટા સન્માન કે પુરસ્કારની ઘોષણા પણ થઈ શકે. જમીન કે સંપત્તિ સાથે જોડાયેલા મામલાની પતાવટ થઈ શખે. મકાન કે વાહનની ખરીદી કરવા ઈચ્છતા હોવ તો એ દૃષ્ટિએ ગ્રહફળ અનુકૂળ છે. મિત્રો તથા સગાઓ તરફથી સારા સમાચાર મળી શકે. વિદેશ યાત્રા અથવા વિઝા વગેરે માટે આવેદન કરવા ઈચ્છતા હોવ તો સમય અનુકૂળ છે.

મકર:
રાશિથી નવમા ભાગ્ય સ્થાનમાં ગોચર કરનારો શુક્ર અનેક પ્રકારના અણધાર્યા પરંતુ સુખદ પરિણામો લઈ આવશે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ઈચ્છતા હોવ તો પરિણામ સારું મળશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગોમાં વિલંબિત કાર્યો સંપન્ન થઈ શકે. કોઈ મોટું ટેન્ડર ભરવા ઈચ્છતા હોવ કે નોકરીમાં કોઈ નવા કરાર પર હસ્તાક્ષર કરવા ઈચ્છતા હોવ તો સમય સારો છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી સાવધાન રહેવું.

કુંભ:
રાશિથી આઠમા આયુ સ્થાનમાં ગોચર કરનારા શુક્રનો પ્રભાવ સામાન્ય જ રહેશે, પરંતુ આ રાશિ માટે શુક્ર એકલો જ યોગકારક કહેવામા આવ્યો છે એટલે ઉતાર-ચડાવ બાદ પણ ધારેલા કાર્યો સંઘર્ષો છતા સફળ જ રહેશે. માન-સન્માન તેમજ પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય પર વિપરિત પ્રભાવ પડશે. કાર્યક્ષેત્રમાં ષડયંત્રનો શિકાર બનવાથી બચવું. વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા ઈચ્છતા ઉમેદવારોએ પરીક્ષામાં સારા ગુણ લાવવા માટે વધુ પ્રયાસો કરવા પડશે. ભોગવિલાસના સાધનોમાં વધારે ખર્ચ થશે.

મીન:
રાશિથી સાતમા દાંપત્ય સ્થાનમાં ગોચર કરનારા શુક્રનો પ્રભાવ બધી રીતે સારો રહેશે, પરંતુ સ્વાસ્થ્ય વિશે હંમેશા સાવધાન રહેવાની જરૂર છે. લગ્ન સંબંધિત વાત-ચીત સફળ રહેશે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે. સાસરી પક્ષ તરફથી પણ સહકાર મળશે. જે લોકો તમને નીચા બતાવવાના પ્રયાસોમાં લાગ્યા હતા તેઓ જ મદદ માટે આગળ આવશે. સત્તા તરફથી પૂરો સહયોગ મળશે. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો સારા થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Recent Post

મંગળનો મેષમાં પ્રવેશઃ તમારા જીવન પર શું અસર થશે?

रक्तमाल्याम्बरधरः शूलशक्तिगदाधरः। चतुर्भुजो मेघवर्णः सर्वशत्रुनिवारणः॥ મંત્ર મહોદધિમાં વર્ણન છે કે, લાલ માળા અને વસ્ત્રો ધારણ કરનારા,

Read More »
Scroll to Top