fbpx
Office Time:  9:00 AM‑9:00 PM
WhatsApp:  88661 88671

વૃષભ રાશિ

AstroPath > Articles On Astrology > Uncategorized > વૃષભ રાશિ
વૃષભ રાશિ
  • વૃષભનો અર્થ થાય છે, આખલો, બળદ. વૃષભ રાશિના જાતકો સખત મહેનતું હોય છે. ઘરના મોભી બને છે. બળદની જેમ વૈતરુ કરે છે.
  • તેઓ ચાતરેલા ચીલે ચાલે છે. કશું નવું, કશું હટકે કરવાનું તેમને ભાગ્યે જ મન થાય. તેઓ પરંપરામાં માનનારા હોય છે.
  • તેઓ ખૂબજ શક્તિશાળી હોય છે. તેમની કામશક્તિ પણ ખૂબ સારી હોય છે. મહેનત કરે ત્યારે ખૂબ મહેનત કરે છે અને માણે ત્યારે ખૂબ માણે છે. ‘વર્ક હાર્ડ, પાર્ટી હાર્ડર’ એ તેમનો મંત્ર હોય છે.
  • તેમનો બાંધો મજબૂત હોય છે. ચહેરો ગોળ અને વાળ વાકડિયા હોય છે. ધીમી ગતિએ ચાલે છે. ખાવાના શોખીન હોય છે, પાચન શક્તિ ખૂબ સારી હોય છે.
  • રોજ એક જેવું કામ કરવામાં તેમને કંટાળો આવતો નથી. તેમનામાં સ્થિરતાનો ગુણ હોવાને કારણે તેઓ બિઝનેસમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેમનું મન મક્કમ હોય છે.
  • તેઓ સંગીત અને કળાના પણ શોખીન હોય છે. તેમને સુખ-સુવિધાઓ ભોગવવી ગમે છે. મોટરકારનું આકર્ષણ રહે છે. નવા કપડાં પહેરવાનો શોખ હોય છે.
  • પ્રોફેશન

તેઓ બિઝનેસમેન, લેખક, ડિઝાઇનર, આર્કિટેક્ટ, બ્યુટિશિયન, જ્વેલર, મેનેજર, પાકશાસ્ત્રી, વનસ્પતિશાસ્ત્રી, ખેડૂત અથવા આ પ્રકારની થીમવાળા વ્યવસાયમાં કારકિર્દી ઘડે છે.

એસ્ટ્રોલોજિસ્ટઃ કુલદીપ કારિયા

Book Your Consultation: 88661 88671

Leave a Reply

Open chat