fbpx
Office Time:  9:00 AM‑9:00 PM
WhatsApp:  88661 88671

નવગ્રહ પીડામાંથી મુક્તિ અપાવે જાપ

AstroPath > Articles On Astrology > Uncategorized > નવગ્રહ પીડામાંથી મુક્તિ અપાવે જાપ
નવગ્રહ પીડામાંથી મુક્તિ અપાવે જાપ

સૂર્ય આત્મા, પિતા, સત્તા, સરકારી નોકરી, બોસ, આરોગ્ય અને રાજનીતિનોનો કારક ગ્રહ છે. કુંડળીમાં સૂર્ય પીડિત હોય તો તેના જાપ કરીને તેની શાંતિ કરી શકાય છે. ‘ૐ હ્રાં હ્રીં હ્રોં સઃ સૂર્યાય નમઃ’ આ મંત્રના 7000 જાપ કરવાથી શુભ ફળ મળે છે.

ચંદ્ર લાગણી, માતા, મન, સંવેદના, ચંચળતા, પાણી, નમક, સમુદ્ર, માનસિક રોગ, બેચેની વગેરેનો કારક ગ્રહ છે. કુંડળીમાં ચંદ્ર પીડિત હોય તો જાપ દ્વારા તેની શાંતિ કરી શકાય છે. ‘ૐ શ્રાં શ્રીં શ્રૌમ સઃ ચંદ્રમસે નમઃ’ આ મંત્રના 11,000 જાપ કરવાથી શુભ ફળ મળે છે.

મંગળ ઊર્જા, સાહસ, ક્રોધ, હિંસા, યુદ્ધ, અકસ્માત, ઉતાવળ, જમીન, સૈન્ય, એન્જિનિયરિંગ વગેરેનો કારક ગ્રહ છે. કુંડળીમાં મંગળ પીડિત હોય તો જાપ દ્વારા શાંત કરી શકાય છે. ‘ૐ ક્રાં ક્રીં ક્રૌ સઃ ભૌમાય નમઃ’ આ મંત્રના 10,000 જાપ કરવાથી શુભ ફળ મળે છે.

બુધ વાણી, વાતચીત, વાક્ચાતુર્ય, બુદ્ધિ, ગણિત, કોમ્પ્યુટર, વેપાર, કમિશન, મિમિક્રી, પ્રિન્ટિંગ વગેરેનો કારક ગ્રહ છે. જો બુધ પીડિત હોય તો જાપ દ્વારા તેની શાંતિ કરી શકાય. ‘ૐ બ્રાં બ્રીં બ્રૌ સઃ બુધાય નમઃְ’ આ મંત્રના 9,000 જાપ કરવાથી શુભ ફળ મળે છે.

ગુરુ વિદ્યા, જ્ઞાન, મેનેજમેન્ટ, ફાયનાન્સ, બેંકિંગ, સમૃદ્ધિ, ગળપણ, ચરબી, આધ્યાત્મ વગેરેનો કારક ગ્રહ છે. કુંડળીમાં ગુરુ પીડિત હોય તો જાપ દ્વાર તેની શાંતિ કરી શકાય. ‘ૐ પ્રાં પ્રીં પ્રૌ સઃ ગુરુવે નમઃપ્રાંપ્ર’ આ મંત્રના 19,000 જાપ શુભ ફળ આપે છે.

શુક્ર કળા, સંગીત, કાવ્ય, ગ્લેમર, મોજશોખ, સૌંદર્ય પ્રસાધનો, પત્ની, પરફ્યુમ, સંબંધો વગેરેનો કારક ગ્રહ છે. શુક્ર પીડિત હોય તો જાપ દ્વારા તેની શાંતિ કરી શકાય છે. ‘ૐ દ્રાં દ્રીં દ્રૌ સઃ શુક્રાય નમઃ’ આ મંત્રના 16,000 જાપ શુભ ફળ પ્રદાન કરે છે.

શનિ લોખંડ, ખનીજ, ખનીજતેલ, નિરાશા, દુઃખ, ગરીબી, પરિશ્રમ, વાસ્તવિકતા, સમૂહ વગેરેનો કારક ગ્રહ છે. કુંડળીમાં શનિની પીડા હોય તો જાપ દ્વારા શાંતિ કરી શકાય. ‘ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ’ આ મંત્રના 23,000 જાપ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

રાહુ વળગણ, અધૂરી ઇચ્છા, છેતરપિંડી, ધમાડો, વ્યસન, જાદુ, માયા, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર વગેરેનો કારક ગ્રહ છે. રાહુ પીડિત હોય તો જાપ દ્વારા તેની શાંતિ કરી શકાય. ‘ૐ ભ્રાં ભ્રીં ભ્રૌં સઃ રાહવે નમઃ’ આ મંત્રના 18,000 જાપ કરવાથી રાહુના શુભ ફળ મળે છે.

કેતુ ગૂઢજ્ઞાન, ગૂઢ રોગ, વૈરાગ્ય, પૂર્વ જન્મથી પ્રાપ્ત પ્રતિભા, સાધુત્વ, મોક્ષ, દિશાહિનતા, કન્ફ્યુઝન વગેરેનો કારક ગ્રહ છે. કેતુ પીડિત હોય તો જાપ દ્વારા તેની શાંતિ કરી શકાય છે. ‘ૐ સ્રાં સ્રીં સ્રૌં સઃ કેતવે નમઃ’ આ મંત્રના 17,000 જાપ કરવાથી શુભ ફળ મળે છે.

એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા

Book Your Consultation: 88661 88671

Leave a Reply