fbpx
Office Time:  9:00 AM‑9:00 PM
WhatsApp:  88661 88671

કર્ક રાશિ

AstroPath > Articles On Astrology > Uncategorized > કર્ક રાશિ
કર્ક રાશિ
  • કર્ક રાશિનું પ્રતીક છે, કરચલો. કર્ક રાશિના જાતકો પોતાનું રક્ષણ કરનારા હોય છે. તેઓ ન તો પોતાના શરીર પર ઘા થવા દે છે, ન તો મન પર. તેઓ અંતર્મુખી હોય છે. કલ્પનાશીલ હોય છે.
  • તેઓ લાગણીશીલ હોય છે, કેરિંગ હોય છે, ચંચળ હોય છે. તેમનામાં સ્થિરતાનો અભાવ હોય છે. વારંવાર તેમના વિચારો બદલાયા કરે છે. તેઓ સ્ફૂરણ શક્તિ એટલે કે ઇન્ટ્યુશન પાવર ધરાવતા હોય છે.
  • તેમનો ચહેરો ગોળ હોય છે, હાઇટ નીચી હોય છે, ગાલ ભરાવદાર અને શરીર પુષ્ટ હોય છે. તેમને ઘરે રહેવું વધારે ગમે છે. ઘર બનાવવા પાછળ મોટો ખર્ચ કરે છે. સંતાનો અને પરિવાર માટે કંઈ પણ કરી છૂટે છે. ક્યારેક તેમની વધારે પડતી કાળજી લે છે.
  • તેમને માતા પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે. તેઓ દેશભક્ત હોય છે. કોઈ હર્ટ ન કરે એટલા માટે તેઓ પોતાની લાગણીઓ છુપાવીને રાખે છે. વાર્તા કહેવામાં હોશિયાર હોય છે. ચહેરા પર હાવભાવ લાવીને ઘટનાઓનું રસપ્રદ વર્ણન કરે છે.
  • પ્રોફેશન

તેઓ મનોચિકિત્સક, નર્સ, પોલિટિશિયન, મિસ્ત્રી, ન્યુટ્રિશનિસ્ટ, કેર ટેકર, હોટલ મેનેજર, શિક્ષક, પાકશાસ્ત્રી અથવા આ પ્રકારની થીમવાળા વ્યવસાયમાં કરિયર બનાવે છે.

એસ્ટ્રોલોજિસ્ટઃ કુલદીપ કારિયા

Book Your Consultation: 88661 88671

Leave a Reply

Open chat